Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપુર પાસે ટ્રકે બાઈક ચાલકને અડફટે લેતા ઘટના સ્થળે જ બાઈક ચાલાકનું મોત.

Share

ડેડીયાપાડાના કોકમ ગામનો યુવાન વડોદરાથી પોઈચા થઈ પરત ફરતા સામેથી આવતી પેપર ભરેલી ટ્રકે અડફટમાં લીધો. રાજપીપળા નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના જેસલપુર ગામના વળાંક પાસે પુરપાટ આવતી ટ્રકે સામેથી આવતી બાઈકને અડફેટે લેતા ચાલાકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામનો દિનેશ સોનજીભાઈ વસાવા નામનો યુવાન બાઈક નં.જીજે-22 એલ-3332 લઈ વડોદરાથી વાયા પોઈચા થઈ ઘરે ડેડીયાપાડા જતો હતો ત્યારે આજે સાંજે લગભગ 6 વાગે સોનગઢ થી પેપર ભરી અમદાવાદ જતી ટ્રક નં. જીજે -3 એટી-2558 ના ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારતા બાઈક ચાલાક દિનેશ વસાવાની બાઈકને અડફ્ટ માં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું .ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા. આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

ProudOfGujarat

ગુજરાત ખેડૂત સમાજ ની આગેવાની માં બાઈક રેલી નીકળશે

ProudOfGujarat

GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી રાજપીપળાના કર્મયોગીઓ માટે પ્રથમ મદદગાર (First Responder) ની એક દિવસીય યોજાયેલી તાલીમ શિબિર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!