Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેશભરમાં બની રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો રોષે ભરાયા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેમાં સુરતના ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી પાસે વિવિધ સંગઠનો દ્વારા બાળાત્કારીઓને કડક સજા કરવાની માંગણી કરતું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

Share

હૈદરાબાદ-રાંચી રાજકોટ વડોદરા અને સુરતની ધટનામાં દુષ્કર્મીઓને સજાની માંગણી સાથે પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં સુરત ખાતે ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી નજીક આજે સોશ્યલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા સહિત અન્ય સંગઠનો દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમણે બાળાત્કારીઓને કડક સજા કરો દારૂબંધી કરો તેમજ અશ્લીલ ફિલ્મો, સાહિત્ય પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રયાગરાજ મૌયો, રામ ભારત મૌયો, નીરજ મૌયો, નવલ કુમારઝા, ભારત મૌયા, સુરેશ મૌયા સહિતના આગેવાનો વિવિધ સંગઠનોનાં અગ્રણીઓ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળની જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા ખોડા મુસ્તુફાની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!