Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં લિફ્ટ ધરાશાયી.

Share

સુરત પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં લિફ્ટ ધરાશાયી થઈ હતી. લિફ્ટ પાચમાં માળેથી ધરાશાયી થતાં ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી જેથી લિફ્ટમાં આવી રહેલા સાત લોકોને ઈજા પહોંચતા સારવાર માટે અડાજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.લિફ્ટ દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.ઓવરલોડના કારણે લિફ્ટ પટકાઈ પાલના ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે દુઃખદ અવસાન થયું હતું. જેમાં હાજરી આપવા માટે લોકો આવ્યાં હતાં. પાંચમાં માળેથી સાતેક લોકો લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા તે દરમિયાન ઓવરલોડના કારણે લિફ્ટમાં ખામી સર્જાઈ હતી. લિફ્ટમાં ખામી સર્જાતા લિફ્ટ ઝડપથી નીચે પટકાઈ હતી. લિફ્ટમાં આવેલા સાત લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે અડાજણમાં આવેલી બાપ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી : મોડી રાત્રિથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના ચંદનપુરા ગામે સગર્ભાએ કોઝ વે પર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવુ પડયુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત એસઓપી અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સુચના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!