Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે પોલીસે બે અલગ-અલગ જગ્યાએથી ગાયો અને ગૌવંશ છોડાવ્યું હતું.

Share

ભરૂચ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક વાછરડા અને ગાયો બાંધી હોવાની જાણ જીણા ભરવાડ કે જેઓ ગૌરક્ષક છે તેમને જાણ થતાં તેઓ દ્વારા તુરંત જ શહેર બી ડિવીઝન પોલીસ મથકને જાણ કરતાં બી ડિવીઝન પોલીસ મથકનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તપાસ કરતાં બે અલગ-અલગ જગ્યાએ ગાયો તેમજ સાત થી આઠ વાછરડા બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તમામ વાછરડા અને ગાયોને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. પોલીસને શંકા છે કે આ વાછરડા અને ગાયો કોઈક કસાઇઓ દ્વારા કતલ કરવાનાં ઇરાદે બાંધી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

ભરૂચ:દહેજ પોલીસ મથકે બળાત્કારના આરોપીને ફાંસી આપવામાં આવે તે માટે ગામના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ ના ઝંખવાવ ખાતે વિઝન ગ્રુપ ઝંખવાવ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું સફળ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!