Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુખની શોધ ના થાય, શોધમાં જ સુખ સમાયેલું છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

Share

અંકલેશ્વરના પાનોલી ખાતે ઘેર-ઘેર ગાયો પાળો,કોમી એકતા, ભાઈચારો, ઘેર વૃક્ષ વાવો તેમજ વ્યસનમૂકતીનો સંદેશ આપતી મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ – સજ્જાદાનશીન ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જ્યાં ખુબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોટામિયાં માંગરોલની ગાદીના સંતોના માનવ ઉપયોગી સંદેશાઓને અનુસરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે પોતાના દાદા ખ્વાજા ફરીદુદ્દીન ચિશ્તી તથા પિતાએ શિખવાડયું છે કે અમીરોની સેવા સૌ કરે પરંતુ ગરીબોની સેવાનો અવસર જ સદભાગ્ય કહેવાય, વધુમાં ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબે જણાવ્યું હતું કે સુખ ની શોધ ના થાય, શોધ માં જ સુખ સમાયેલું છે,સુખની શોધમાં સમય બગાડવા કરતાં શોધનો આનંદ માણવો જોઈએ, કુદરતના દરબારમાં બધા જ સમાન છે ભેદ માનવસર્જિત છે દરેકને તક મળતી હોય જ છે પરંતુ એની ઓળખ સાચા માર્ગદર્શક થી જ શક્ય બને છે એમ વિવિધ પંક્તિના વિશેષ ઉદાહરણ આપી ખુબ સુંદર સમજ આપી હતી, તેમજ સત્સંગના કાર્યક્રમ થાય ત્યાં વૃક્ષ વાવવા પણ અનુરોધ કર્યો હતો. મોટામિયાં માંગરોલની ગાદીના સંતોની પદ્ધતિને અનુસરવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત વિવિધ ઉદાહરણો દ્વારા આધ્યાત્મિકતાના માર્ગની સુંદર સમજ આપી વ્યસન મુક્ત થવા જન મેદનીને વિનંતી કરી હતી. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ ફુલહાર અને મુલાકાતનો કાર્યક્રમ અને એકસંપીના ભજનો પણ રજુ કરવામાં આવ્યા હતા. કનુભાઈ, વિનોદભાઈ, જયેશભાઈ, મુકેશભાઈ, નીતિનભાઈ સહિત સમગ્ર ભક્ત સમાજ મંડળ ના ભક્તો અને હિંદુ મુસ્લિમ ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી,ખોલવડ, ખરોડ, પાનોલી, ભરુચ, મેરા, ગિજરમ, કોસંબા સહિત વિવિધ વિસ્તારના લાકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના વડસર બ્રિજ નજીક જય અંબે ફ્લેટમાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની સાસુની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા.

ProudOfGujarat

સુરત RTO ધ્વારા પ્રોફેશનલ વર્કિંગ લોકો માટે મોટી રાહત આપવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : સરકાર દ્વારા રાંધણ ગેસમાં ભાવ વધારો કરાતાં કોંગ્રેસી મહિલાઓએ રસ્તા પર રસોઈ બનાવી વિરોધ કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!