Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલા વિરુદ્ધ બિભત્સ કોમેન્ટ કરી જાતીય સતામણી કરતા ફરિયાદ.

Share

રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.માં એક સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરી મહિલાની જાતીય સતામણીની ફરિયાદ થતા ભારે ઓહાપોહ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગવલાવાડીમાં રહેતા કમલછાયાબેન જગદીશભાઇ વસાવા(ઉ.વ ૨૭)એ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ જગદીશ ભાઇ “ Best Buddies In Life ” નામના વોટસએપ સોશિયલ ગ્રુપમા હોય જે ગ્રુપમા બીજા સભ્યો પોતાના ગામની મેટર પર વોટસએપ ચેટિંગથી વાત કરતા હતા તે વખતે આ ગ્રુપમા જોડાયેલ આ કામનો ચૈતરભાઇ દામજીભાઇ વસાવા રહે.બોગજ (કોલીવાળા) તા. ડેડીયાપાડાએ આ વોટસએપ ગ્રુપમા કમલછાયાબેનના પતિની કોમેન્ટ વિરૂધ્ધમા“ બયરૂ બરોડા મરાવે અને તુ પોટલી મારે “ તેવી બિભસ્ત કોમેન્ટ કરી. આ બહેન વિરૂધ્ધ સોશિયલ મીડીયાના આ ગ્રુપમા આ મહિલા ઉપર લાંછન લગાડી જાતીય સતામણી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે ચૈતરભાઇ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પી.પી.ચૌધરી સર્કલ ડેડીયાપાડા પોલીસ ઇન્સ્પેકટર કરી રહ્યા છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

ProudOfGujarat

વાંકલ : જનજાતિ કલ્યાણ આશ્રમ સુરત દ્વારા આંબાવાડી ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

લોકડાઉનમાં અમદાવાદનો પરિવાર ભુવાના ચક્કરમાં ફસાયો:પિતૃઓના નડતરને દૂર કરવા પરિવારને ભુવાએ પીવા માટે પાવડર આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!