Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર ચાલતા જતા વેપારીના ગળામાંથી સોનાના અછોડાની ચીલ ઝડપ

Share

ન્યુ વીઆઇપી રોડ પર થી ચાલતા જતા વેપારીના ગળામાંથી સોનાની ત્રણ તોલાની ચેન તોડીને બાઈક પર આવેલા ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા

ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર ચાર રસ્તા પાસે અર્થ આઇકોન એકમાં રહેતા હિતેશ રાજુભાઈ બળવાણી સંગમ ચાર રસ્તા પાસે એસ.કે મોબાઇલની બાજુમાં સાંઈદીપ દાબેલી નામની દુકાન ચલાવે છે. ગઈકાલે તે રાતે દસ વાગે દુકાન બંધ કરીને ચાલતા ચાલતા વારસા રીંગરોડ થઈ ઘરે જતા હતા. નાયરા પેટ્રોલ પંપ સામેથી ખોડીયાર નગર ચાર રસ્તા તરફ રોડની ડાબી બાજુ ચાલતી સમયે તેઓ હાથમાં મોબાઈલ ફોનમાં મેસેજ જોતા હતા તે દરમિયાન રાત્રે 11:30 વાગ્યે પાછળથી ત્રણ સવારી બાઈક પર આવેલા આરોપીઓ જેઓ સરદારજી જેવા લાગતા હતા તેમણે હિતેશભાઈના ગળામાંથી સોનાની ચેન અંદાજે ત્રણ તોલા વજનની ચેન તોડીને ભાગી ગયા હતા. હિતેશભાઈ એ બૂમાબૂમ કરી હતી પરંતુ બાઇક સવાર અછોડા તોડ આરોપીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા અને બાઈકની નંબર પ્લેટ પણ ન હતી ત્યારબાદ તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

નાટુ નાટુથી ગૂંજશે ઓસ્કારનો સ્ટેજ, લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થશે લાઈવ પરફોર્મ

ProudOfGujarat

ભરૂચ-અટાલી ગામેથી 85 હજારથી વધુના કેમિકલના જથ્થા સાથે 1ની ધરપકડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!