Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા સીમાડા પોલીસે ચોકી ઉપર ફરજ ઉપરના પોલીસકર્મીઓ ખુલ્લેઆમ નાના મોટા ધંધાથી વાહન ચાલકો પાસે રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવા સંદર્ભે સુરતના જ કેટલાક જાગૃત નાગરિકોએ સુરત પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ કરી છે.

Share

સુરત શહેરમાં પ્રવેશ દ્વારા સ્થિત સીમાડા પોલીસ ચેક પોસ્ટના પોલીસ કર્મીઓ દ્વારા નાના મોટા વેપારીઓના વાહન દીઠ દર શનિવાર,રવિવારના રોજ રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ની ઉઘરાણી કરવામાં આવે છે. દર શનિવારે માલસામાન લઈને શહેરમાં પ્રવેશતા વાહનો પાસેથી બેરોકટોક નાણાં ઉઘરાવવામાં આવી રહયા હોય આ અંગે સુરતના કેટલાક જાગૃત નાગરિકોએ આવા ભ્રષ્ટ પોલીસકર્મીઓની કાળી કમાણીની કરતૂતોને મોબાઇલમા રેકોર્ડ કરી આ અંગે સુરતના પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ દર્જ કરાવી આ ઉઘાડે છોગ લૂંટ બંધ કરાવવાની માંગ કરી છે. તેમજ લાંચિયા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

ProudOfGujarat

મેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, લોકોને જોવા રીવરફ્રન્ટ પર મુકાય તેવી શક્યતા

ProudOfGujarat

ભરૂચ : સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!