Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વસંતભીખાનીવાડીમાં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી.

Share

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ પર વસંતભીખાનીવાડીમાં કેટલાક વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતી હતી. જેને લઇને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત શાકમાર્કેટમાં દબાણ હટાવતા લારીવાળા અને પાલિકાની ટીમ વચ્ચે સંઘર્ષ થયો હતો. જ્યારે લારીઓની સાથે સાથે શાકભાજી પણ ઉઠાવીને લઈ જતા લારી સંચાલકો રોષે ભરાયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક કોર્પોરેટરના કહેવાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વેપારી આલમ પણ કોર્પોરેટર સામે રોષે ભરાયેલા હતા. તેઓ દ્વારા આ મામલે આગામી દિવસોમાં કોર્પોરેટર સામે તથા પાલિકા નીતિ સામે વિરોધ કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતા ત્રણ બાળકો એક મહિલા સહિત પાંચના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

ભરૂચ : પાંચ દિવસ પહેલા ગુમ થયેલ બાળકને વાલિયા પોલીસે શોધીને પરિવારને સોંપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!