Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી.

Share

સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે આજે ગુરૂવારે સવારે 6:30 વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.જેને કારણે એક પછી એક 27 સિલિન્ડર ફાટ્યા હતા.

ટ્રકની આગની ચપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી.

પ્રચંડ ધડાકા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ બ્લાસ્ટ જેવા અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ધટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

દુર્ધટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં થઈ ગયાં હતાં. આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે.જોકે, સમગ્ર દુર્ધટના કોઈ ઈજા જાનહાનિના થઈ નથી.જોકે સ્કૂલ બસના ચાલક અને કંડકટરે સતર્કતા દાખવી હિમંત ભેર તમામ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. સ્કૂલ બસના ચાલક આનંદ પટેલએ જણાવ્યું હતું કે, અમે પણ ટ્રકના ડ્રાઈવરની જેમ નાસી શકીએ તેમ હતાં પરંતુ પછી બસમાં રહેલા અમારા બાળકોનું શું એ વિચાર આવતાં જ ભાગી છૂટવાની જગ્યાએ તમામને સલામત રીતે નીચે ઉતારીને સલામત સ્થળે ખસેડવાનું નક્કી કર્યું.એક પછી એક તમામ વિદ્યાર્થીઓને બસમાંથી કન્ડક્ટર રમશે પટેલની મદદથી નીચે ઉતાર્યા હતાં. બાદમાં તમામને સલામત સ્થળે ખસેડ્યાં હતા.સ્કૂલ બસના કન્ડક્ટર રમેશ પટેલએ જણાવ્યું હતું કે, અમે સમયસૂચકતા દાખવીને તમામ 26 વિદ્યાર્થીઓને નીચે ઉતારી દૂર ગયા એ દરમિયાન જ સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ થવાની શરૂઆત થઈ હતી અને સિલન્ડર બ્લાસ્ટની સાથે જ બસમાં પણ આગ લાગી ગઈ હતી. રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર કૌશિકભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે, આનંદભાઈ પટેલ અને રમેશભાઈ પટેલની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી છે. બન્નેએ ભારે હિંમતપૂર્વક 26 જેટલા બાળકોના જીવ પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ્યાં છે માટે અમે સ્કૂલ પરિવાર વતિ તેમનું સન્માન કરીશું.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નેત્રંગ : પ્રાથમિક શાળામાં ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!