Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજનાં બે યુવાનોને હાઇવે માર્ગે મુંબઈ એરપોર્ટ જતા અકસ્માત નડયો.

Share

ભરૂચ તાલુકાના પાલેજ ગામના બે યુવાનોને હાઇવે માર્ગે મુંબઈ એરપોર્ટ જતા અકસ્માત નડયો હતો જેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો છે જ્યારે ફોર વહીલ કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

ચાલક સહિત કારમાં સવાર યુવાનનો અદભુત બચાવ થયો.રવિવાર તા.૧૨ ની રાત્રે પાલેજમાં 4u મોબાઈલ શોપવાળા સકીલ હનીફભાઈ પટેલ તેમજ પાલેજ નવી નગરીના અનવર ભાઈ બાપુ મુંબઇ એરપોર્ટ જઇ રહ્યા હતા દરમિયાન ૧૨ વાગ્યાના અરસામાં મુંબઈ એરપોર્ટ તરફ વિરાર પાસે ગંભીર રોડ અકસ્માતમાં સકીલ પટેલને બંને પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી જ્યારે કાર ચાલકનો અદભુત બચાવ થવા પામ્યો હતો સકીલ પટેલને વિરાર હોસ્પિટલમાં સારવાર બાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરી :ત્રીજા દેશના ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા નહી

ProudOfGujarat

ભરૂચ : આમોદના તણછા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે આધેડને અડફેટે લેતા મોત નીપજયુ.

ProudOfGujarat

ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!