Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભરૂચ LCB પોલીસ.

Share

ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ ઝાડેશ્વર નજીકથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ સી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો. ભરૂચ એલસીબી પોલીસ ભરૂચ સી ડિવીઝન પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નબીપુર પોલીસ મથકે વર્ષ 2019 દરમ્યાન પ્રોહિબિશન એક્ટ કલમ 65 એ ઈ 81 મુજબના ગુનામાં એક આરોપી મનોજ મોહન બારોટ (રહે.ગણેશ વિહાર, ઝાડેશ્વર) ને ઝાડેશ્વર નજીક ફરી રહ્યો છે,જે અંગેની બાતમી મળતા પોલીસે ત્યાં પહોંચી તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે ભરૂચ સી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

ProudOfGujarat

વાંકલ ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો : 580 લોકોની આંખ તપાસ, 13 દર્દીઓને ઓપરેશન માટે રિફર કરાયા

ProudOfGujarat

વડોદરામાં રેલ્વે યાર્ડમાં ઊભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ : 3 ડબ્બા બળીને ખાખ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!