Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સબજેલના એક બેરેકના શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share

ભરૂચ સબજેલના બેરેક નંબર 6 ના શૌચાલયમાં ઝડતી સ્કોવડની તપાસ દરમ્યાન મોબાઈલ મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થામાં છીંડા હોવાનું બહાર આવવા પામ્યું છે. તાજેતરમાં ભરૂચ સબજેલમાં કેદીઓએ ભૂખ હડતાલ કરી હતી, જોકે સ્થાનિક જેલ પ્રશાસકોએ આ અંગે રદિયો આપી રહ્યા હતા. દરમ્યાન કેદીઓની ભૂખ હડતાલના પગલે અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીની ઝડતી સ્કોવડ સબજેલમાં તપાસ અર્થે આવી હતી. તે દરમ્યાન બેરેક નં.6 ના શૌચાલયમાંથી સીમકાર્ડ વગરનો મોબાઈલ મળી આવ્યો હતો. સમગ્ર મામલાની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાવામાં આવી હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અમરેલીના લાઠી રોડ પર ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ વધારનાર સામે નર્મદા પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત “સુયોગમ”પરિવાર દ્વારા નિશુલ્ક યોગા કલાસ શરૂ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!