Proud of Gujarat
GujaratFeaturedINDIASport

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

Share

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ભરૂચ.તા. 5

Advertisement

બોડી બિલ્ડીંગની ક્ષેત્રમાં આગળ વધતી ભરૂચની એક માત્ર યુવતીને દસ દિવસના ગાળમાં બીજી મોટી સફળતા મળી છે. થોડા દિવસ પહેલા ગુજરાત કક્ષાની સ્પર્ધામાં પીનલ પરમારે બીજો નંબર મેળવ્યો હતો. માત્ર દસ દિવસના ટુંકા ગાળામાં તેણે બીજી મોટી સિધ્ધી હસ્તગત કરી છે. વાપી ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની ચેમ્પીયનશીપમાં પીનલ પરમારે પહેલો ક્રમાંક મેળવ્યો છે. આખા ગુજરાતમાં બીજો અને સાઉથ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી તેણે ભરૂચ જિલ્લાનુ અને તેના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

મેળવનાર પીનલ આ ઉદાહરણ ભરૂચની પીનલ અરૂણભાઈ પરમારે ખડુ કર્યુ છે. 27 જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોશીએશન ગુજરાત દ્વારા મેન ફીજીક/ વુમન ફીજીક ચેમ્પીયનશીપનું આયોજન થયુ હતું. જેમાં સૌ પ્રથમવાર ભરૂચની પીનલ પરમારે બાજી મારી હતી. ત્યારબાદ ગત રવિવારે વાપીના વીઆઈ હોલ ખાતે હર્ક્યુલસ જીમના માલિક અને સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી અસ્ફાક રાણા દ્વારા દ્વારા સેકન્ડ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે એફ.સી.જી કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ પટેલ ,નવીનભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ચેતનભાઈ પાથરે, પ્રકાશભાઈ ભદ્રા, સતીષ ભાઈ પટેલ ,

સમાજમાં વ્યસનમુક્તિ અને ફિટનેશ માટે જાગૃતિ વધે તે હેતુ માટે યોજાયેલી આ સ્પર્ધામાં પીનલ પરમારે પણ ભાગ લીધો હતો. મહિલા કેટગરીમાં પીનલ પરમારે પ્રથમ ક્રમાંક મેળવી દસ દિવસમાં બીજી વાર પોતાનો કમાલ દેખાડ્યો હતો. ભરૂચ અને હવે આખા ગુજરાતમાં યુવતીઓ માટે બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં પ્રેરણારૂપ બનનાર પીનલ પરમારને આયોજકો અને અન્ય સ્પર્ધકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત પીનલે આવી સ્પર્ધાઓનું આયોજન કરી નવા લોકોને પ્રોત્સાહબન અને પ્લેટફોર્મ પુરુ પાડનાર હરર્ક્યુલસ જિમના અસ્ફાક રાણાને અભિનંદન પાઠવ્યા હતાં. અસ્ફાક રાણા પણ પોતે બોડિબિલ્ડિગ ચેમ્પીયનશીપમાં માસ્ટર મિસ્ટર ઇન્ડિયા રનર્સ અપ અને 5 વર્ષ મિસ્ટર ગુજરાત રહ્યા છે.


Share

Related posts

સાગબારાથી માત્ર 5 કિ.મી.નાં અંતરે નેશનલ હાઇવે પર અમિયાર અને નવીફળી વચ્ચે બસ, કન્ટેનર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર પો.સ્ટે.નાં ચોરવાણા ગામ પાસેથી કિં. રૂ.૨૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી : સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!