Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

સુરત ખાતે વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.વરાછા મીની બજારથી સીએએમા સમર્થનમાં યોજાયેલી રેલીનું પ્રસ્થાન મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં સીએએને સપોર્ટ કરતા બેનરો સાથે લોકો જોડાયા હતા અને રેલીમાં ભારત માતા કી જયના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ રેલી માં સુરત મહાનગર પાલિકા ના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિનાબેન ચૌધરીના આજે લગ્ન હોવાથી વિધિ ચાલે છે. દરમિયાન તેણી સીએએને સપોર્ટ કરવા રેલીમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ રેલીના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આજ દિવસ સુધી તમે લોકોએ આતંકવાદીઓને બિરયાની ખવડાવી તમે આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કર્યું છે અને આ દેશને નબળો કર્યો છે. આ રેલી માં રાજ્ય ના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

વ્યારા નગર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચના ભુસ્તર વિભાગે 24 કલાકમાં ગેરકાયદે ખનિજ વહન કરતાં 3.30 કરોડના 18 વાહનો જપ્ત કર્યાઁ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!