Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC વૈશાખા ટાવરનાં ત્રણ ફલેટમાં સાડા ત્રણ લાખ રૂપિયાનાં મુદ્દામાલ પર તસ્કરો હાથફેરો કરી જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

ભરૂચ શહેરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ પણ શહેરનાં અનેક વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં બનાવો બની ગયાં ત્યાં ગત રાત્રિનાં સમયે તસ્કરોએ ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC ટાઉનશીપ નજીક આવેલ વૈશાખા ટાવર અંતરીક્ષ રેસીડન્સીમાં રહેતા નિકુંજ વ્રજલાલ કેસિવાડીયાનાં બંધ મકાનને નિશાન બનાવી ફલેટનાં દરવાજાનું તાળું તોડી નાંખી અંદર પ્રવેશ કરી લોખંડની તિજોરી તોડી સોનાનાં દાગીના 100 ગ્રામ કિંમત રૂ.3 લાખ તથા કાંડા ધડીયાળ, રોકડા રૂપિયા 35 હજારની ચોરી કરીને

બાજુનાં ફલેટ નં.102 અને 103 માં પણ ચોરી કરી તસ્કરોએ કુલ એક લાખથી બે લાખની અંદાજીત મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતાં સી. ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

લખતર ના ઢાંકી ગામે આવેલ એશિયા ના સૌથી મોટા પમપિંગ સ્ટેશન પાસે નર્મદા મહોત્સવ ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!