Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક ને.હા.પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

Share

અંકલેશ્વર નજીક ને.હા. પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને વધુ સારવાર અર્થે પાછળથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આજરોજ વહેલી પરોઢે અંકલેશ્વર નજીક હાઇવે પર પોતાની ટ્રક રોડ સાઈડ ઉપર ઉભી રાખી સુતેલા ડ્રાઈવર ઉપર કેટલાક ઈસમોએ તીક્ષ્ણ ચપ્પા વડે પીઠના ભાગે ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.અજાણ્યા વ્યક્તિઓએ ટ્રક ઉપર ચઢી ચપ્પુથી ડ્રાઈવર દિપક જેશીંગ સરકેક પર હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયા બાદ ડ્રાઈવર સ્વયં જયાબેન મોદી હોસ્પિટલમાં પહોંચી ગયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ 108 માં વધુ સારવાર લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વધુ ઘનિષ્ઠ સારવાર અર્થે પાછળથી તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસને આ અંગે જાણ થતા તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

Share

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કેરીના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જાણો કેમ ?. છેલ્લા ૫-૬ વર્ષથી કેરીના વેપારીઓ પર આર્થિક સંકટ કેમ?.અથાણાંની કેરીને વ્યાપક નુકસાન….

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!