Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછામાં એ.કે રોડ પર અજાણ્યા યુવકની લાશ મળી આવતાં મૃતક યુવકની હત્યાની આશંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Share

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે રોડ પર એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વરાછા વિસ્તારમાં એ.કે રોડ પર આવેલી પોલીસ ચોકી નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અજાણ્યા યુવકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, અજાણ્યા યુવકની હત્યા કરી ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ProudOfGujarat

વલસાડમાં ધોરણ-10ની પૂરક પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!