Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સગીર યુવતીને ધમકી આપી ભગાડી જનાર યુવકને સુરત ચોક બજાર પોલીસે પાટણ ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Share

સગીર યુવતીને તારા ભાઈઓને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કર્યા બાદ શારીરિક દુષ્કર્મ આચરનાર યુવકને સુરત ચોક બજાર પોલીસે પાટણ ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાટણ જિલ્લાના રોમણદા ગામનો રહીશ જયદીપસિંહ રતનસિંહ રાજપૂત નામના યુવકે સુરતની એક સગીર યુવતી (ઉં.વર્ષ. 17 વર્ષ સાત મહિના) ને લગ્ન કરવાના ઇરાદે એવી ધમકી આપી હતી કે જો તું મારી સાથે નહીં આવે તો તારા ભાઈઓને જાનથી મારી નાંખીશ. એવી ધમકી બાદ તેણીનું અપહરણ કરી પાટણ જિલ્લાના રોમણદા ગામે લઈ ગયો હતો અને તેણી સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. દરમ્યાન સગીરાના પિતાએ સુરત ચોકબજાર પોલીસ મથકે આ અંગેની ફરિયાદ દાખલ કરતા પોલીસે ભારે શોધખોળના અંતે આરોપી યુવકને પાટણ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ અપહરણ,બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપવી તેમજ પોસ્કો ધારા અંતર્ગત ગુનો દર્જ કરી જેલ ભેગો કર્યો હતો.

Advertisement

Share

Related posts

બિહાર હિંસા : દરભંગામાં પથ્થરમારાની વચ્ચે ફસાઈ સ્કૂલ બસ, રડતા બાળકોનો વીડિયો થયો વાયરલ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!