Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘી કે ઈંડાનું સેવન સલામત છે.

Share

કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘાં કે ઈંડાનું સેવન સલામત છે, વિવિધ પ્રચાર માધ્યમોમાં આ અંગે જે પ્રસિદ્ધિઓ કરાઈ રહી છે તેમાં કોઇ જ તથ્ય નથી. આજકાલ સોશિયલ મીડિયામાં ઈંડા કે મરઘીનું સેવન કરવાથી કોરોના વાયરસ પ્રસરે છે તેવો વાહિયાત પ્રસાર થઇ રહ્યો છે જે અંગે રાજ્યના પશુનિયામકે ખાસ પરિપત્ર જારી કરી સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ માણસથી માણસ સાથેના સંસર્ગથી ફેલાતો રોગ છે. વૈશ્વિક સ્તરે હજુ સુધી કોરોના વાયરસના ફેલાવામાં મરઘી કે તેના ઈંડાની કોઇ ભૂમિકા જોવા મળી નથી. આથી ખોટી માહિતીને કારણે મરઘાં ઉછેર અને ઈંડા ઉત્પાદકોને કોઇ આર્થિક નુકશાન ન પહોંચે તે આવશ્યક છે. ઈંડા કે મરઘીનું સેવન સલામત છે.

Advertisement

Share

Related posts

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : મહાદેવનગર સોસાયટીમાંથી રૂ. 13 લાખથી વધુનાં દારૂનાં મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનાં 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!