Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્ય મંત્રી રાહત ફંડમાં ૧ લાખનો ચેક અપાયો.

Share

દેશભરમાં આકસ્મિક આવી પડેલ કોરોનાની આપત્તિ સામે કેન્દ્ર સરકાર સહિત રાજ્યની સરકારો લોકોની ભારે મદદ કરી રહી છે ત્યારે દેશની સામાજીક સંસ્થાઓ પણ નિ:સ્વાર્થ ભાવે સેવાયજ્ઞમાં આહુતિ આપી રહી છે.દેશ પર સંકટના વાદળો છવાયા છે, ત્યારે ચારેકોર સેવાની સરવાણી વહેતી દેખાય છે.ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળે પણ કોરોનાની આપત્તિમાં સહાય માટે એક લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે ઝઘડીયા મામલતદાર રાજવંશીને આપ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ભૂપતસિંહ મહિડા,મહામંત્રી રણછોડભાઈ રોહિત તેમજ રાજપારડી ગ‍ામના સામાજીક કાર્યકર યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડીયા ત‍ાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના મહામંત્રી રણછોડભાઈ રોહિતે જણાવ્યું હતુ કે હાલ દેશમાં કોરોના વાયરસને પગલે લોકોમાં ડર ફેલાયો છે. દેશવાસીઓએ કોરોનાથી ડરવાની જરૂરિયાત નથી આપણે સહુએ સરકારના નિયોમોનુ પાલન કરવુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ તેમજ અફવાઓ પર ધ્યાન આપવુ નહિં.અને તે રીતે આપણે કોરોનાગ્રસ્ત સમયમાં બિમારીને વધતી અટકાવવા તંત્રને મદદરૂપ થઇ શકીએ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

શેર બજારમાં ઐતિહાસિક તેજી, નિફ્ટી નવા રેકોર્ડ ઓલટાઇમ હાઈ પર

ProudOfGujarat

પડવાઇ સુગર ખાતે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સઘ ની સામાન્ય સભા યોજાઈ…

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં સોડગામ માંથી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!