Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી.

Share

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા, એ.સી.એસ. શ્રીમતી સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આજે તા.૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યમરાત્રીથી તા.રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસ મથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ મથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કરફયુ રહેશે. કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુ મુકિત આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ગરુડેશ્વર તાલુકાના ગોરા-ગળતી ફળીયામાં કુદરતનો અદભુત ચમત્કાર… ચંદનની વર્ષા થઇ

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

આણંદ બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!