Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ ખાતે આવેલ બચ્ચોકા ઘરમાં હોમ કવોરન્ટાઈન હેઠળ રાખેલ સાત તમિલનાડુનાં જમાતીઓ તેમજ અન્ય બે યુવાનો મળી કુલ નવ લોકોને હોમ કવોરન્ટાઈનમાંથી રજા આપી તેમને ઘરે પરત કરવામાં આવ્યા.

Share

આમોદ તાલુકાના ઇખર, વાતરસા અને પારખેત ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો જેથી સમગ્ર ભરૂચ જિલ્લામાં દહેશત ફેલાઈ ગઈ હતી. જે લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આમોદ બચ્ચોકા ઘર તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ આમોદ ખાતે હોમ કવોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા.બચ્ચોકા ઘરમાં ૪૮ તેમજ સ્વામિનારાયણ ગુરુકુલમાં ૪ એમ કુલ ૫૨ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા હતા. જેમાં ઇખર, વાતરસા,પારખેત અને આમોદ શહેર તેમજ ભરૂચના લોકોનો સમાવેશ થાય છે ગઈકાલે આશરે રાત્રિના સમયે બચ્ચોકા ઘરમાંથી હોમ કવોરન્ટાઈન હેઠળ રાખેલ ઇખર ગામમાં રોકાયેલ સાત તમિલનાડુના જમાતીઓ અને ઇખર ગામના અન્ય બે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈનનો સમય પૂર્ણ થતા તેમને હોમ કવોરન્ટાઈનમાંથી મુક્તિ મળી હતી અને તેમને પરત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ દ્વારા સ્વ. અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી : જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આગેવાનોએ તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!