Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપારડીમાં નાની બાળકીએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પટેલ નગર વિસ્તારમાં રહેતી માહેનુર રફીકએહમદ ખત્રી નામની એક ૬ વર્ષની નાની બાળકીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરુ થયો છે ત્યારે મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોજા રાખીને કોરોનાનો કહેર નાબુદ થાય એવી દુઆ અલ્લાહથી માંગી રહ્યા છે.ત્યારે રાજપારડી પટેલ નગરમાં રહેતી નાનકડી બાળકી માહેનુર ખત્રીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી.નાની બાળકીએ રોજો રાખતા સમાજના લોકોએ બાળકીને મુબારક પાઠવીને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : વઢવાણ દૂધની ડેરી પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણમાં એકનું મોત ચાર ઘાયલ.

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 3 લાખનું અપાયું અનુદાન.

ProudOfGujarat

વરસાદી પાણી ગટરમાં ન છોડવા નગરપાલિકાની અપીલથી સવાલ : ‘તો પછી પાણી છોડવું ક્યાં?’  :  100 વર્ષ જૂની વરસાદી ડ્રેનેજ વ્યવસ્થા બંધ કરી નવી લાઈન તો બનાવી, પરંતુ ભારે વરસાદમાં તેની ક્ષમતા સામે પણ પ્રશ્નાર્થ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!