Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

Share

નર્મદા જિલ્લા સાગબારા તાલુકામાં જાવલી ગામમાં આકસ્મિક આગ લાગવાથી ચાર ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા આવેલ જાવલી ગામે આગ લાગતા ઘરવખરી સામાન સહિત પશુ પક્ષીઓના મોત નિપજ્યા હતા. જે માટે આદિવાસીના હમદર્દ એવા રાજસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય નાંદોદના ધારાસબ્ય પી.ડી વસાવાને મોકલી તેમના હસ્તે આપવામાં આવી હતી. તેમજ તમામ આદિવાસી સમાજના લોકો જેમને આગથી નુકસાન થયું છે એવાને તમામ ઘરવખરી સામાન સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ પુરી પાડી હતી.

(રાજપીપળા,મોન્ટુ ભાઈ)

Advertisement

 


Share

Related posts

વડોદરા આર.આર સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ચોરી ની પ્લેટ સાથે આઆરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તાપી હોટલ પાસે કાર પલટી જતા કારચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર ડિવિઝનનાં 3 પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!