Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકાનાં છ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયા.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011 ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી છ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે.કોવિડ-19 ના નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારોમાં 28 દિવસના સમયગાળા દરમિયાન કોઇ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને આ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હરિકૃષ્ણ સોસાયટી, વાલી ફળિયા નંબર ત્રણ, અલંકાર સોસાયટી, ગાયત્રી નગર ખાડી ફળીયા, જૈન દેરાસર પાસે અને બ્રહ્મા સોસાયટીનો સમાવેશ થાય છે. આ છ વિસ્તારોના 633 ઘરોના 2430 વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈમુક્ત થયા છે. હરિકૃષ્ણ સોસાયટીમાં ૨૭ એપ્રિલ બાદ અને બાકીના પાંચ વિસ્તારોમાંથી 28 એપ્રિલ બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયા.

ProudOfGujarat

ઉમરપાડા કેવડી ગામનાં વેપારીને ત્યાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

આજે નર્મદા જીલ્લામાં વધુ કુલ-39 પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!