Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સામાજીક કાર્યકર્તા હાજી તાહીર ભટુકને કોરોના વોરીયર્સ તરીકે સન્માનિત કરાયા.

Share

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી વચ્ચે દિન-રાત ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશ અને માનવતાનાં હિત માટે પોતાની સેવા આપવા બદલ સહારા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા હાજી તાહીર ભટુક(બાબા હાજી) કોરોના વોરિયર્સ સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.કોરોના મહામારી વચ્ચે રાશન અનાજની કીટ વિતરણની કામગીરી તથા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને બે ટંક ભોજન અને કોરોના સાવચેતી માટે જાગૃતિ સંદેશ સાથે સાબુ, માસ્ક સેનેટાઈઝ વિતરણ કરવામાં આવેલ હતા. સાથે નાના બાળકોને નાસ્તો વિતરણ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગોધરાની જાણીતી સેવાભાવી સંસ્થા સહારા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા જિલ્લામાં કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં અડીખમ ઊભા રહી ગરીબ પરિવારોની મદદ કરતા શાંતિ-સલામતિ-તંદુરસ્તી તથા સેવાના પ્રતિકસમા હાજી તાહીર ભટુક(બાબા હાજી) ‘કોરોના વોરિયર્સ-સન્માનપત્ર અને ટોફી આપીને સન્માનિત કર્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણાં યોજાયો.

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

ભરૂચમાં હુક્કાબાર પર પોલીસ વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ, અલગ અલગ ફ્લેવરના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!