Proud of Gujarat
GujaratFeaturedINDIA

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા વાસના ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ તા.12/06/2020 રાત્રે 01:11 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ વાસના ગામે પહોંચતાં દક્ષાબેનનાં સંબધીઓ જણાવેલ કે દક્ષાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ‍૧૦૮ ઇ.એમ.ટી હિતેશ તડવી અને પાઇલોટ દાનસિહભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુ:ખાવો વધારે હોવાથી ૧૦૮ માં લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામાં જ કંચનપરી ગામ પાસે પહોંચતા ઈ.એમ.ટી. હિતેશ તડવીને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ દાનસિહભાઈને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇ.એમ.ટી હિતેશ તડવી અને પાયલોટ દાનસિહભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હતી. સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી.
પ્રસુતી વખતે બાળકીનાં ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ ૧૦૮ આોફિસમાં બેઠેલા ડોક્ટર સલાહ લઇને હેમખેમ બાળકનાં ગળામાંથી નાળને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ દક્ષાબેનને બાળકીને જન્મ થયો. દક્ષાબેન દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો. દક્ષાબેન અને બાળકીને વધુ સારવાર માટે સેવા રૂરલ હોસ્પિટલ ઝધડિયા ખાતે ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટિમની કામગીરી હોસ્પિટલનાં સ્ટાફ તેમજ સગર્ભાનાં પરિવારજનો તેમજ ૧૦૮ નાં મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ.એમ.ટી હિતેશ તડવી તેમજ પાઇલોટ દાનસિહભાઈ રાજપુત ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : રદ કરાયેલી જુની રૂ. ૫૦૦ નાં દરની નોટો સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ગોધરા બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે તસ્કરો બેફામ બન્યા, એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અપાયો અંજામ.

ProudOfGujarat

હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટ વહેંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!