Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં તબીબ દંપતિનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબીબનાં દવાખાના અને રહેણાંકની આજુબાજુનો વિસ્તાર કોરેન્ટાઇન વિસ્તાર તરીકે સીલ કરાયો હતો. આ કોરેન્ટાઇન વિસ્તારમાં દુકાનો ધરાવતા કેટલાક વેપારીઓએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન આપીને કોરેન્ટાઇન વિસ્તારને છુટછાટ આપવા માંગ કરી હતી. આવેદનમાં આ લોકોએ જણાવ્યુ હતું કે કોરોન‍ા પોઝિટિવ તબીબનાં દવાખાનાથી તેમની જગ્યા દુર હોવાથી બજારને છુટછાટ મળવી જોઇએ. આમ રાજપારડીમાં કોરોના સંદર્ભે જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવ્યો છે.આવેદન આપનાર વેપારીઓએ પોતાની રજુઆતમાં વધુમાં જણાવ્યુ છેકે છ સાત દિવસોથી દુકાનો બંધ હોવાથી તેમણે મોટું નુકશાન વેઠવું પડ્યુ છે.તેથી કોરોના પોઝિટિવ ડોક્ટરનાં દવાખાનાથી દુર રહેલા બજાર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી છુટછાટ અપાય તેવી માંગ કરતાં હાલ તો રાજપારડીનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવેલો જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-હાંસોટ રોડની રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયામાં “ટંકારીઆ ઇતિહાસની રોશનીમાં” પુસ્તકનું વિમોચન અને મુશાયરો યોજાયો.

ProudOfGujarat

28 કરોડના ખર્ચે બનેલા પોઇચા શ્રી રંગ સેતુ બ્રિજના સમારકામ પાછળ પણ કરોડોનું આંધણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!