નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ને નર્મદા જીલ્લાની સમગ્ર ગ્રામ પંચાયતના સરપંચોએ રજૂઆત કરતા સી.એમ.ને ધારાસભ્ય એ પત્ર લખ્યો.
પી.ડી.વસાવા એ પત્ર માં જણાવ્યું છે કે નર્મદા જીલ્લાની સમગ્ર ગ્રામ પંચાયતના તમામ સરપંચોએ મને રજૂઆત કરી છે.કે હાલમાં મનરેગાના કામો જીલ્લા પંચાયત નર્મદા દ્વારા માલ સામાન સપ્લાય ની કામગીરી ઈ ટેન્ડરીંગ પદ્ધતિ ચાલુ કરી છે.જેનો નર્મદા જીલ્લાના સરપંચો વિરોધ કરી રહ્યા છે. કારણ કે પાછલા વર્ષોમાં તાલુકા કક્ષાની મટેરીયલ ખરીદી થતી હતી. હવે જિલ્લા કક્ષાએ મટીરીયલ ખરીદી થાય છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ગુજરાત પેટન યોજના આયોજન મંડળના કામો ધારાસભ્યની ગ્રાન્ટો સંસદ સભ્ય ની ગ્રાન્ટ, નાણાપંચ ગ્રાન્ટના કામો, એટીવીટી કામો, ગ્રામ પંચાયત ના નેજા હેઠળ તેમજ સરપંચોની દેખરેખમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે તેજ રીતે મનરેગાના કામો પણ પાંચ લાખ સુધીના કામ ગ્રામ પંચાયતને મળવા જોઈએ એવી સંરપંચો ની માંગ મારી દષ્ટિએ વ્યાજબી લાગે છે. તેથી ઇ ટેન્ડર ની પ્રથા બંધ થવી જોઈએ અને સરપંચ ને થતો અન્યાય અટકવો જોઈએ અને સરકારે સંરપચોને ઉચિત ન્યાય આપવા પત્રરૂપી રજુઆત કરવામાં આવી છે.
આરીફ કુરેશી:- રાજપીપળા
1 comment
વહીવટકતાઁ, શ્રીમાન. પી.ડી.વસાવા, જે ગેરનિતીઓથી ‘ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, કેળવણી મંડળ,’ રાજપીપળા, નો વહીવટ કરે છે તથા સંસ્થાના કર્મચારીઓ સાથે વરસોથી જે અન્યાય કરતા આવ્યા છે, તેનું શું?
પહેલા તેઓને ન્યાય અપાવો!!
-સંસ્થાના સ્થાપક, રતનસિંહજી મહીડાની પૌત્રી,
વિરાજબા.