Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન સહાયથી વંચિત રહી ગયેલા બાંધકામ ક્ષેત્રનાં નોંધણી કરાયેલ શ્રમિકોએ અરજી કરવી.

Share

નોવેલ કોરોના વાયરસ સંક્રમણનાં કારણે લાગુ પાડવામાં આવેલ લોક ડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા નોંધણી કરાયેલ બાંધકામ શ્રમિકોને રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવી હતી. નોંધણી કરાવેલા જે શ્રમિકોને આ સહાય મળેલ ન હોય તેઓ પોતાની વિગતો બોર્ડને આપી લાભ મેળવી શકે છે. આ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in પર રજિસ્ટર ફોર્મ વિકલ્પ પર ક્લીક કરી નોંધાયેલ બાંધકામ શ્રમયોગી પોતાની રેડ બુક (ઓળખ કાર્ડ) નંબરના આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી ડેટા ઓનલાઈન સબમિટ કરી શકશે. ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૦ છે, જે બાબતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવેલ તમામ બાંધકામ શ્રમિકોએ નોંધ લેવી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદાડેમ પર પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરાયો..!

ProudOfGujarat

પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ઉમરપાડા અંધત્વ મુક્ત તાલુકા પ્રોજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!