Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોનાની તબાહીએ ચરમસીમા વટાવી દીધી છે. કોરોનાની તબાહી શિખર પર છે ત્યારે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્રનાં તમામ પ્રયાસો નિષ્ફળ નિવડયા છે અત્યારસુધી કોરોના પોઝીટીવ કેસો 15 કે 20 ની સરેરાશમાં આવતા હતા પરંતુ તા.14-7-2020 નાં રોજ અચાનક ભરૂચ જીલ્લો કોરોનાનાં ભરડામાં આવી ગયો હોય તેમ કુલ 28 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા હતા. જેના પગલે ભરૂચ જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ફરી એકવાર અંકલેશ્વર ભરૂચ જીલ્લા માટે કોરોનાનું હોટસ્પોટ બન્યું હોય તેમ અંકલેશ્વરમાં 11 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા હતા. જ્યારે ભરૂચમાં 8, ઝધડીયામાં 6, આમોદ 1, જંબુસર 1, હાંસોટ 1 એમ મળી કુલ 503 કોરોના પોઝીટીવ કેસો નોંધાતા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર હવે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોનાને કઈ રીતે નાથવો તે અંગેની વિમાસણમાં તંત્ર પડી ગયું છે. ત્યારે લોકોમાં ભય વ્યાપી ગયો છે.

Advertisement

Share

Related posts

ફરી રાજકોટ સિટી બસ વાકમાં : કામમાં વેઠ ઉતરતા ૧૧ કંડક્ટરો થયા સસ્પેન્ડ.

ProudOfGujarat

વડોદરા : ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!