Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે નર્મદા નદીમાં મગર જણાતા ભયનો માહોલ સર્જાયો હતો.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે વહેતી નર્મદા નદીમાં મગર જણાયો હતો. આ મગરનો વિડીયો વાઇરલ થતાં માત્ર ભાલોદ ગામમાં જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં મગરનો ભય વ્યાપી ગયો છે. નર્મદા નદીમાં શુકલતીર્થ, કડોદ તેમજ અન્ય ગામો પાસેથી વહેતી નર્મદા નદીમાં અવારનવાર મગરની હાજરી જણાઈ છે. તેમજ કેટલાંક કિસ્સાઓમાં મગર માનવીને પણ ખેંચી જવાના બનાવ બન્યા છે. ત્યારે તાજેતરમાં ઝધડીયા તાલુકામાં ભાલોદ ગામ નજીકથી વહેતી નર્મદા નદીમાં વિશાળ મગર તરતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાય છે. હવે શ્રાવણ માસ નજીકમાં હોવાના પગલે લોકો નર્મદા નદીમાં સ્નાન કરવા જશે પરંતુ તેમને પણ મગરની ઉપસ્થિતીનાં કારણે ભય લાગતો હોવાની માહિતી સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અને શિવસેનાએ પ્રેટ્રોલડીઝલના ભાવઘટાડાની કરી આકરી ટીકા

ProudOfGujarat

ભરૂચના ન્યાયાલય ખાતે બાર એસોસિયેશનના વકીલો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ તથા ‘EVM-VVPAT નું નિદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!