Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે હોટલનાં કંપાઉન્ડમાં મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ધોરીમાર્ગ પર આવેલ દર્શન હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક મોટરસાયકલની રાત્રી દરમિયાન ચોરી થવા પામી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ પાટણ જિલ્લાનાં સેવાલણી ગામના એહમદ અબ્બાસ અલીહુશૈન સુણસારા રાજપારડી ગામે ધોરીમાર્ગ પર આવેલ દર્શન હોટલ ચલાવે છે.તા.૭ મી જુલાઈનાં રોજ રાત્રે તેમની મોટરસાયકલ હોટલ સામે પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે પાર્ક કરેલ જગ્યાએ મોટરસાયકલ ના દેખાતા મોટરસાયકલ ચોરી થઇ હોવાનું જણાયુ હતું. મોટરસાયકલ શોધવા છતા મળી ન હતી.ત્યારબાદ આ હોટલ સંચાલક કોઇ કામસર તેમના વતનમાં ગયા હતા.દરમિયાન રાજપારડી પરત આવ્યા બાદ પણ મોટરસાયકલની ભાળ ન મળતા તેમણે તા.૧૭ મીના રોજ રાજપારડી પોલીસમાં મોટરસાયકલ ચોરાવા બાબતે ફરિયાદ લખાવી હતી.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા પર ભાર મુકાયો.

ProudOfGujarat

દિવાળી પહેલા રાજ્યમાં રીક્ષા ભાડામાં વધારો : 5 નવેમ્બરથી વસુલી શકાશે નવું ભાડું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!