Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા: મહિસાગર નદીમાં ગેરકાયદેસર ખનન મામલે ૨૮ ઇસમો સામે ખનીજચોરીની ફરિયાદ નોધાતા ખળભળાટ

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છેવાડેથી પસાર થતી મહીસાગર નદીમાં બિન અધિકૃત ખોદકામને લઈને ખાણખનીજ વિભાગ દ્વારા સંકજો કસવામા આવ્યો છે. જેમાં ૨૮ જેટલા ઈસમો સામે નામજોગ ખનીજચોરીની પોલીસ ફરિયાદ ગોઘરા તાલુકાના કાંકણપુર પોલીસ મથક ખાતે નોધાતા ખનીજચોરી કરનારાઓમા પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગોધરા તાલુકાના છેવાડે આવેલી મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખનનની વ્યાપક લોકબુમો ઉઠવા પામતી હતી.આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરે રજુઆતો પણ કરવામા આવતી હતી. મહીસાગર નદી પંચમહાલ અને ખેડા જીલ્લાની વચ્ચેથી પસાર થાય છે. ગોધરા તાલુકાના ટીંબા ગામ પાસે ખનન થતુ હતુ. હોવાને કારણે મહીસાગર નદીમા મોટા ખાડા પણ પડેલા જોઈ શકાતા હતા. આવા પડેલા ખાડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના થતા પણ નકારી શકાય નહી. ત્યારે આ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરનારાઓ સામે ગોધરા ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામા આવી છે. અને આ નદીમાં પટમા ખાડાઓ ખોદી બિન અધિકૃત રીતે ખનન કરવા મામલે કાંકણપુર પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોધવામા આવી છે. પોલીસ ફરિયાદમા જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર ખનન ગુના આરોપીઓ દ્વારા એકબીજાની મદદગારીથી યાંત્રિક મશીનરી, હોડી નો ઉપયોગ કરીને ખાડા નંબર ૬થી ૧૩માં ૧૭ સાધનો તેમજ અને નદીના પટમાથી ૨૭ સાધનો પકડાયેલ છે.જેમાવાહનો,હોડી,જનરેટર, કમ્પરેશર,પકડાયેલ છે. આ મહીસાગર નદીના પટમાંથી માલિકો અને આરોપીઓ દ્વારા ખનીજનુ બિન અધિકૃત ખોદકામ વહન કરવામા આવેલુ હોવાનુ જાહેર થયેલ છે. વધુમા જણાવામા આવ્યુ છે કે ખાણખનીજ વિભાગના એક જાહેરનામા મુજબ પર્યાવરીણ નુકશાન પહોચાડવા બદલ ખનીજની કિંમત ગણવામા આવતા
₹ ૫૫,૬૪,૬૨,૫૧૮ કરોડ રુપિયાની ખનીજ ચોરી કરવામા કાવતરુ રચીને એક બીજાની મદદગારી કરીને બ્લેકટ્રેપ જથ્થાની ચોરી કરવામા આવી છે. આ મામલે અન્ય આરોપીઓ સામે પર તપાસ હાથ ધરવામા આવી છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના હાઈવે પરઆવેલ નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

ProudOfGujarat

સુરત-ઓલપાડ ના કુંડસદ ગામ ખાતે યુવાન ની લૂંટ બાદ હત્યા કરવામાં આવતા ભારે સનસની ફેલાઇ હતી…!!!

ProudOfGujarat

જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!