રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રીને સબોઘીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આવેદનપત્રમાં ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશના બંધારણ અંગે અભદ્ર લખાણ લખનાર સામે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં અનુપ શુક્લા નામના વ્યક્તિએ ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશના બંધારણ અંગે અભદ્ર લખાણ લખ્યું હતુ અને આ મેસેજ વાયરલ કર્યો હતો. જેના ઘેરા અને વિપરીત અસર સમાજ પર પડે તેવી સંભાવના છે ત્યારે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિના પ્રમુખ છગનભાઇ ગોડીગજબારની આગેવાનીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સબોઘીને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં ફેસબુક પર પોસ્ટ મુકનાર અનુપ શુક્લા સામે કડક પગલાં ભરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. આવનારા ટૂંક સમયમાં જો અનુપ શુક્લા સામે પોલીસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે.
ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.
Advertisement