Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરપંચ પરિષદનાં પ્રમુખે રાજ્યનાં આરોગ્ય મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને રાજપીપળા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા ના હોવાના બાબતે રજૂઆત કરવામાં આવી.

Share

સરપંચ પરિષદ પ્રમુખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆતમાં જણાયું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામાં રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે જેમા નર્મદાના પાંચેય તાલુકા અને ઊંડાણના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે આ ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ જૂની હોસ્પિટલમાં વર્ષોથી પૂરતા ડૉક્ટર્સ, નર્સ તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ સ્ટાફ નથી આ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા માટે આધુનિક સાધનો જેવા કે મહત્વના પૂરતા સાધનો નથી તેથી ઇમરજન્સી કેસમાં સિરિયસ દર્દીઓને બચાવી શકાતા નથી અને સામાન્ય ટ્રીટમેન્ટ કરીને વડોદરા રિફર કરી દેવાય છે જેમાં ઘણા દર્દીઓને સમયસર યોગ્ય સરવાર ન મળવાને કારણે દર્દીઓ રસ્તામાં જ દમ તોડી દે છે. એ નર્મદાના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ખેદજનક વાત કહેવાય. દિવસેને દિવસે મૃત્યુદર વધતો જાય છે. જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપલાની વર્ષો જૂની હોસ્પિટલ છે. નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના દરેક સમાજના દર્દીઓ અકસ્માત, સાપ કરડેલા, ઝેરી દવા પીધેલા, એટેક અને ડીલેવરી જેવા અનેક દર્દીઓને પૂરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છે અને આ સંખ્યામાં ક્રમશ વધારો થઈ રહયો છે.નર્મદા જિલ્લામાં જ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેયુ ઓફ યુનિટી આવેલી છે. અહીં છાશવારે વડાપ્રધાનથી માંડીને રાજ્યપાલ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ વિવિધ રાજકીય આગેવાનોસાંસદો ધારાસભ્ય, અધિકારીઓ, પદાધિકારીઓ મૂલાકાતે તેમના પરીવાર સાથે આવતા હોય છે. ત્યારે આવા વીવીઆઈપી લોકોને અને પ્રવાસીઓને કંઈક થાય તો જનરલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે તેમને ઇમરજન્સી મા નર્મદાની બહાર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ અને સુવિધા નથી. આ અગાઉ ઘણી રાજકીય પાર્ટીઓ, સંગઠનો અને આમ નાગરિકો, વિવિધ સંસ્થાઓએ સિવિલ હોસ્પિટલ ના પ્રશ્નો અંગે જે તે યોગ્ય જગાએ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં આજે પણ રાજપીપલા સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ છે. આ બાબતે ઘણી બધી રજૂઆતો અને માગણીઓ કરેલ છે તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ નથી. હાલ રાજપીપલા નવી હોસ્પિટલ બની રહી છે પણ એ નવી હોસ્પિટલને બનતા એક-બે વર્ષ લાગી જશે ત્યાં સુધી રોજ બરોજ સારવાર સુવિધા ના અભાવે દમ તોડતા દર્દીઓને મારવા તો ન જ દેવાય! આવા સંજોગોમાં સારવાર, સુવિધાના અભાવે દર્દીઓ મોતને ભેટશે તો એના માટે જવાબદાર કોણ ? તે માટે તબીબી સ્ટાફની નિમણુક બાબતે અહીંના પ્રશાસનને અગાઉ પણ ઘણી વાર લેખિત રજૂઆત કરેલ છે. તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ નથી. સ્પેશીયાલિસ્ટ અને જે ગાયનેકોલોજિસ્ટ જે ફરજ બજાવે છે તેમને રેગ્યુલર નિમણૂક કરવામાં આવે. (2) જનરલ સર્જન (2) ફિઝિશિયન (2) એનથેટિસ્ટ બાળરોગ નિષ્ણાંત (2) ઇ.એન.ટી (1) આ તમામ જગ્યાઓ ખાલી છે અને રેગ્યુલર 40 સિસ્ટર સ્ટાફની જરૂર છે બાકીની આઉટ સ્ટોર્સથી ભરેલ છે. આઈ.સી. ઓ 10 થી 15 બેડની વ્યવસ્થા કરવાની જરૂર છે.ICU ની અહી કોઈ સુવિધા પણ નથી. સીટી સ્કેન મશીન પણ નથી. અહીં વહીવટી સ્ટાફ એક જ એ.ઓ છે. સિનિયર ક્લાર્ક જુનીયર ક્લાર્ક વર્ગ-4 ના કર્મચારી નથી જો આ તમામ સુવિધાઓ જો આપણી જૂની સિવિલ હોસ્પિટલમાં મળી રહે તો નવી સિવિલ હોસ્પિટલ જ્યારે પણ બનશે ત્યારે એક વર્ષે બે વર્ષે અથવા તો ત્રણ વર્ષે થશે, તે દરમ્યાન નર્મદા અને ભરૂચ જિલ્લાના જે લોકોને પૂરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છે એ મૃત્યુદર અટકાવી શકાય. દર્દીઓનો બહાર ગામ જવાનો ખર્ચ અને સમય બચી જાય .દર્દીઓને ઘર આંગણે જ ઉત્તમ સુવિધાઓ મળી રહે એવી અમારી લાગણી અને માંગણી એવી આપ સાહેબને નર્મદા જિલ્લાના તમામ સરપંચ ઓ, તમામ પાર્ટીના હોદેદાર ઓ, તથા કાર્યકર્તા મિત્રો, અને સંગઠનો તરફથી જિલ્લા પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે નવી હોસ્પિટલ જયા સુધી શરૂ ન થાય ત્યાં સુધી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર અને સુવિધા મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા વિનંતી છે. આપને યાદ આપીએ કે આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન હોઈ એનો તાત્કાલિક અસરથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે આવનારા દિવસોમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો અમારે જનહિત ખાતર ગાંધીજીના માર્ગે જનરલ સિવિલ હોસ્પિટલ, રાજપીપલાનિ સામે જ ઘરણા કરવાની ફરજ પડશે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

બોડેલીનાં સૂર્યા ભદ્રાલી પાસે બે કાર સામસામે અથડાતાં 3 વ્યક્તિને ગંભીર ઇજા.

ProudOfGujarat

દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંધ સંકલન સમિતિ દ્વારા આવશ્યક ચીજવસ્તુની ૧૬૪૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!