Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ ચાઇલ્ડ લાઇન દ્વારા રાશન કીટનું વિતરણ કરાયુ.

Share

પંચમહાલ ચાઇલ્ડ લાઇન બાળકોના અધિકારો માટે સતત ખડેપગે સેવા આપે છે. તેમના દ્વારા સામાજીક સેવાના કામો પણ કરવામા આવે છે. ગોધરા શહેરના સ્લમ વિસ્તારોના એવા બાળકો કે જેમની માતા વિધવા હોય તેવી માતાઓને રાશનકીટ વિતરણ કરવામાં આવી પંચમહાલ ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) દ્વારા હાલના સંજોગોમાં જરૂરિયાતમંદ, ગરીબ, નિરાધાર (બાળકોની માતા) વિધવા બહેનોને સ્લમ વિસ્તારો જઈને કોરોના મહામારીને કારણે થયેલ લોકડાઉન દરમિયાન સર્વે કરેલ જેનું ગોધરા ઓફિસ ખાતે રાશન કીટ વિતરણ કરવામાં આવેલ આ લોકોની ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ દિવસની ચુલાની સમસ્યા દૂર થાય તે માટે એક-એક કીટ કે જેની અંદર ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચા, તેલ, ચણા દાળ, હળદર, મરચું, મસાલા વગેરે આપવામાં આવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી મોડલ સ્કૂલ ખાતેથી મતદાન મથક ઉપર EVM મશીન રવાના કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી સામે રાજકીય કિન્નાખોરી રખાતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!