Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

Share

ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ક્રમશ: ઘટાડો થઇ રહ્યો છે જેના પગલે તંત્ર અને ખેડૂતોમાં હાશકારાની લાગણી જણાય રહી છે. પરંતુ પૂર ઓસર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાની ખરી કસોટી શરૂ થઈ ગઈ છે. આમ પણ સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં ભરૂચનો નંબર પાછળ ધકેલાયો છે જે સાબિત કરે છે કે સ્વ્ચ્છતા અંગે નગરપાલિકા તંત્ર ઉદાસીન છે. હવે જયારે ફુરજા, કતોપોર દરવાજા, ચાર રસ્તા, ધોળીકુઇ, દાંડિયાબજાર વગેરે વિસ્તાર તેમજ ભૃગુઋષિ મંદિર અને શનિદેવ મંદિર પાસેથી નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કાદવ કીચડની ગંદકી ફેલાય ગઈ છે જે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે તેમજ રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરી દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા સ્વ. દીપક મકવાણાના પરિવારને ₹5 લાખની વીમા સહાય અર્પણ

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

નડિયાદ : માતર તાલુકામાં પતરાની કેબિનમાંથી તસ્કરોએ ૧.૭૮ લાખની ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!