Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : માતર તાલુકામાં પતરાની કેબિનમાંથી તસ્કરોએ ૧.૭૮ લાખની ચોરી કરી ફરાર

Share

માતરના ભલાડા ગામે ભાગોળ વિસ્તારમાં તસ્કરોએ  કેબિનના પતરાના ઉપરની બાજુના સ્ક્રૂ ખોલી અંદરથી હાથફેરો કર્યો છે. રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા બાબતે કેબિન માલિકે લિંબાસી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

માતર તાલુકાના ભલાડા ગામમાં હરસિદ્ધપુરા વિસ્તારના નગીનભાઈ શકરાભાઈ પરમાર તેઓને ગામમા ભાગોળ વિસ્તારમાં ગ્રામ પંચાયતની સામે એક કેબિન આવેલી છે. આ કેબિનમાં તેઓ કમ્પ્યુટર રાખી તેને લગતા કામકાજ અને બેંક ઓફ બરોડાનું બી.સી. પોઈન્ટ ચલાવે છે અને પૈસાની લેવડ-દેવડ કરે છે. તા. ૧૮ નવેમ્બરના રોજ નગીનભાઈ સાંજે સાડા છ વાગે કેબિન બંધ કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમના કેબિનમાં ૧ લાખ ૮૨ હજાર રૂપિયા પડ્યા હતા.

Advertisement

આ નાણાં તેમને બીજા દિવસે ગ્રાહકોને આપવાના હતા. જેના કારણે કેબિનમાં મૂકી રાખ્યા હતા. પરંતુ બીજા દિવસે જલારામ જયંતિ હોવાથી નગીનભાઈ અને તેમના ઘરના સભ્યોને અચાનક વિરપુર જવાનું  નક્કી ક હતો અને  સવારે વહેલા વિરપુર નીકળી ગયા હતા. મોડી રાત્રે ઘરે આવ્યા બાદ ૨૦ નવેમ્બરે વહેલી સવારે તેઓએ કેબિન પર પહોંચી તાળુ ખોલી ચેક કરતા અંદર કોઈ આવ્યુ હોય તેમ લાગ્યુ હતુ. જેથી તેમને ડ્રોવર ખોલીને તપાસ કરતા કુલ ૧.૮૦ લાખ રૂપિયામાંથી ૧.૭૮ લાખ રૂપિયા ગાયબ હતા. જ્યારે ૨૦ની નોટોના બે બંડલ મળી ૪ હજાર રૂપિયા અંદર ડ્રોવરમાં પડ્યા હતા. વધુ તપાસ કરતા અજાણ્યા ઈસમો દ્વારા કેબિનના પતરાના સ્ક્રૂ ખોલી અંદરથી  ૧.૭૮ લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું માલુમ પડ્યુ હતુ. આ મામલે નગીનભાઈએ લિંબાસી પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોત થતાં ખળભળાટ.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં પાટણા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૩૫ કિં .રૂ.૧,૨૮,૪૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં બજારો ભારત બંધનાં એલાનમાં બંધ રહ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!