Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજપારડી વિજ કંપનીમાં વિદાય લેતા ઇજનેરને વિદાયમાન તથા નવા ઇજનેરને આવકાર અપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વિજ કંપનીની કચેરીમાં ડેપ્યુટી ઇજનેર તરીકે પાંચ વર્ષથી ફરજ બજાવતા કુવરજી વસાવાની ડેડીયાપાડા ખાતે બદલી થતાં તેમના સ્થાને રાજપારડી ખાતે ડેપ્યુટી ઇજનેર તરીકે ડેવીડ વસાવાની નિમણુક થઇ છે. આજે વીજ કર્મચારીઓ દ્વારા વિદાય લેતા વીજ અધિકારી કુંવરજી વસાવાને વિદાયમાન તેમજ નવા આવેલ અધિકારી ડેવીડ વસાવાને આવકારવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદાય લેતા ઇજનેરની સેવાઓને બિરદાવવામાં આવી હતી. જ્યારે નવા આવેલ ઇજનેરે પોતે વીજ કંપનીમાં પોતાની ફરજ પુરા ખંતથી બજાવશે એવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને ઇજનેરોએ પોતાનું બહુમાન કરવા બદલ સહકર્મીઓનો આભાર માન્યો હતો. સોસિયલ ડિસ્ટન્સના નિયમનો ખ્યાલ રાખીને તે મુજબ કાર્યક્રમ યોજાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝાડેશ્વરથી ગુમ થયેલા કિશોરનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો

ProudOfGujarat

2 વર્ષ પહેલાના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા ચાર દિવસના રિમાન્ડ પર-14 દિવસના રિમાન્ડની કરાઈ હતી માગ…

ProudOfGujarat

હોન્ડા કાર્સ ઈન્ડિયા અને બજાજ ફાઇનાન્સે આ તહેવારોની સિઝનમાં આકર્ષક ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા સહયોગ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!