Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાન‍ા વીજ સબ સ્ટેશનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા ૨૦ જેટલા ગામોનો વીજ પુરવઠો ખોરવાયો

Share

સબ સ્ટેશનમાં કોઇ ક્ષતિ સર્જાતા ધુમાડો નીકળ્યો-તેને લઇને વીજ પુરવઠો બંધ કરાયો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ ૬૬ કેવી વીજ સબ સ્ટેશનમાં આજે ૧૧ કેવીના બસ બાર બ્રેકર માં કોઇ ખામી સર્જાતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેને લઇને નાસભાગ મચી જવા પામી હતી. આ દુર્ઘટનાને પગલે આ સબસ્ટેશન અંતર્ગતના ૨૦ થી વધુ ગામોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. આમાં ઝઘડિયા, રાણીપુરા, અવિધા, ગોવાલી, કપલસાડી, ફુલવાડી, સેલોદ સહીતના ૨૦ થી વધુ ગામોનો સમાવેશ થાયછે. આ ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ જતા જ્યોતિગ્રામ યોજના તેમજ ખેતીવિષય વીજ પુરવઠાને અસર પહોંચી હતી. આને લઇને ઝઘડિયા સબ સ્ટેશનના વિસ્તારમાં આવતા જ્યોતિ ગ્રામના તેમજ એગ્રીકલ્ચરના સેકડો વીજ જોડાણો નો વીજ પ્રવાહ અટકી પડ્યો હતો. જોકે આ ઘટનામાં સદનશીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ આ દુર્ઘટનાને પગલે બંધ‌ પડેલ સબ સ્ટેશન પુન: ક્યારે કાર્યરત થશે તે અંગે હાલ કશુ કહી શકાય તેમ નથી. ઝઘડીયા સહિતના ગામોએ વીજ પુરવઠો ખોરવાતા તેની સાથે જોડાયેલા ગામોના માટે વીજ પુરવઠો જેમ બને તેમ જલ્દી શરુ થાય તે માટે વીજ કર્મચારીઓ દ્વારા કવાયત હાથ ધરવ‍માં આવી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિરના ભાગરૂપે કેન્દ્રિય ટીમ દ્વારા પૂર્વ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!