Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૬૭૨ થઈ છે. ૧૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૩૩ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૧ અને હાલોલ શહેરમાંથી ૦૩ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૬૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૨ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૪૨૦ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

શહેરામાં ડીજેના તાલે તિરંગા સાથે ગણેશવિર્સજન જુઓ વીડીઓ

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

નાની નરોલીની ભવન્સ GIPCL એકેડમીમાં ‘બ્રાઈટર માઈન્ડ્સ આલ્ફા પ્રોગ્રામ’ યોજાયો : ધોરણ 2થી 6ના 38 વિદ્યાર્થીઓએ 9 દિવસીય સઘન તાલીમમાં એકાગ્રતા, યાદશક્તિ અને સર્જનાત્મકતાના પાઠ શીખ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!