Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ એલ.સી.બી. દ્વ્રારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જીલ્લા પોલીસવડા અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નાસતા ફરતા આરોપી પર વોચ રાખી શોધી કાઢવા અંગે સૂચના આપેલ ત્યારે એલ.સી.બી. પોલીસ ભરૂચએ કામગીરી કરી હતી. એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીનાં આધારે નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન એકટનાં ગુનાનાં આરોપી અજયપાલસિંહ નરેશસિંહ તોમર હાલ રહે. અંકલેશ્વર નવજીવન હોટલની પાછળ, અંકલેશ્વર મૂળ રહે. 49, કિરાયાગામ મધ્યપ્રદેશને મહંમદપુરા વિસ્તારમાં લીંબુછાપરી ઝુંપડપટ્ટી પાસે રોડ ઉપરથી પકડી પાડયો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા તેમજ એ.એસ. ચૌહાણ તેમજ અન્ય સ્ટાફે કામગરી બજાવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : રાજપારડી પંથકમાં સીમચોરીનાં વધતા બનાવોથી ખેડૂતો પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!