Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો દેખાતા ભયનો માહોલ.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો ટહેલતા દેખાતા ભયનો માહોલ સર્જાયો છે જેથી સ્ટેશન વિસ્તારનાં લોકો પાંજરું મુકવા માંગ કરી રહ્યા છે. રાત્રીના સમયે લોકો બહાર નીકળતા પણ ગભરાય છે. દીપડો ટહેલતો વિડિઓ પણ વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે.

વાંકલના સ્ટેશન વિસ્તાર રેલવે ટ્રેક નજીક આદિવાસીઓનાં ઘર નજીકમાં દીપડો રાત્રે ટહેલતો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તેઓના ઘર નજીકમાં શેરડીનાં ખેતરો આવેલા છે તેથી લોકો તેનું આશ્રય સ્થાન નજીક હોવાનું માની રહ્યા છે. હમણાં દસ દિવસ પહેલા પણ આમખુંટા ગામે દીપડાએ બકરી અને બે કુતરાનો શિકાર કર્યો હતો ત્યાં પણ દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું પણ દીપડો પાંજરે પૂરાતો નથી. સ્ટેશન વિસ્તારના લોકોએ વન વિભાગ પાસે પાંજરું ગોઠવવા માટેની માંગ કરી રહ્યા છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ. સુરત.

Advertisement

Share

Related posts

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર : ૮૪.૧૫ ટકા પરિણામ સાથે જિલ્લાનો ગૌરવ વધારો

ProudOfGujarat

ઝઘડીયા બ્રિટાનીયા કંપની દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર નહીં ચૂકવાતા કામદારોએ સતત બીજા દિવસે પણ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!