Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ ફાટક પાસે વેલ્ડીંગ કામમાં આવેલ ટેન્કરમાં બ્લાસ્ટ, દુર્ઘટનામાં 1 નું મૃત્યુ, અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ જીલ્લામાં ટેન્કરમાં વેલ્ડિંગ કરવા જતાં આગ લાગતા અથવા તો ધડાકા થતાં ઇજા પહોંચી હોય અને મોત નીપજયા હોય તેવા બનાવો બન્યા છે જેમાં વધુ એક બનાવ ગતરોજ તા.22-11-2020 નાં રોજ બન્યો હતો જેમાં જીતેન્દ્ર કુમાર શીતલ વર્મા પોતાની દુકાન પાસે સાંજે પોણા છ વાગ્યે ટેન્કરનાં ઢાંકણ પર વેલ્ડિંગ કરવા જતાં તેમાં ધડાકો થયો હતો આ ધડાકાનાં પગલે જીતેન્દ્ર કુમાર શીતલ વર્માને માથાના ભાગે અને શરીરનાં અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મોત નીપજયું હતું જયારે શાહેદ દુર્ગા પ્રસાદને ઇજા પહોંચી હતી જેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ બનાવને પગલે દહેજ પંથકમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. દહેજ પોલીસે જીતેન્દ્ર કુમાર શીતલ વર્માનું પોસ્ટમોર્ટમ કરવા કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બે કાર અથડાતાં એકનું મોત નીપજયું.

ProudOfGujarat

પંચમહાલ : સાહિત્યકાર જયંત પાઠકની જન્મ શતાબ્દીની ગોઠ ગામે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા અને હવે પોતે.. : નીતિન પટેલે આપ્યું એવું નિવેદન કે આપ પાર્ટી ભડકશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!