ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરની સીધી દેખરેખ છતાં નીચે કેટલાક રેતીનાં માફિયાઓ બેફામપણે નદીના પટમાં તેમજ સરકારી જમીનમાં બેરોકટોક રેતી ખનનનું કામ કરી રહ્યા છે.
ખાણ-ખનીજ ખાતાનાં અધિકારીઓને પણ રાજકીય આગેવાનોએ દબાણ લાવ્યું હોય તેમ આ અધિકારીઓ જોઈ શકતા નથી કે કઈ કરી શકતા નથી તે સાથે મંજૂર થયેલ લીઝોમાં પણ જે મંજૂરી મળી છે તેના કરતાં વધુ ખોદકામ કરવામાં આવે છે. કહેવાય છે કે પોલીસ તંત્ર અને ખાણ- ખનીજ તંત્રને મેળાપીપનાનાં રિવાજો નિયમસર કરવામાં આવે છે આમ એક બાજુ ભ્રષ્ટાચારને વેગ આપતા રાજકીય ગોડ ફાધરનાં આશીર્વાદ લઈ દેવ… શક્તિનાં કારણે આ રેતી ખનન ચાલતી હોવાની લોકચર્ચા થઈ રહી છે. અત્રે નોંધવું રહયું કે સાંસદ મનસુખ વસાવાએ શુકલતીર્થ મંગલેશ્વરનાં નદીનાં પટ પર બેફામ ચાલતા રેતી ખનન અંગે ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને 3 થી 4 પત્રો લખ્યા છે છતાં આ બાબતે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી જેથી રેતી માફિયાઓ એમ કહી રહ્યા છે કે અમારું કોઈ કઈ બગાડી શકે તેમ નથી. દિવસેને દિવસે તેમની આ ગેરકાયદેસરની રેતી માફિયાની કાર્યવાહી વધતી રહી છે જેમાં શક્તિમાન દેવો બની ઉભરી આવેલા ઇસમો જે ખાણ-ખનિજનાં કોઈ નિયમોનું પાલન કરતા નથી દિવસ હોય કે રાત રેતીની ચોરી કરે છે જે લોકચર્ચાનો વિષય બનેલ છે.
ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરનાં પીઠ બળ નીચે ચાલતા રેતી માફિયાઓનો ધંધો લોકચર્ચાનો વિષય બન્યો… જાણો વધુ.
Advertisement