માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાનાં સફળ પ્રયત્નોને પગલે માંગરોળ અને માંડવી તાલુકાનાં ૧૩ જેટલા ગામોનો કાકરાપાર ગોળદા વડ ઉદવહન સિંચાઇ યોજનામાં રાજ્ય સરકારે સમાવેશ કરી રૂપિયા 57 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવણી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
માંગરોળ અને માંડવી તાલુકાના સિંચાઇના પાણીથી વંચિત ગામોના ખેડૂતોની સિંચાઇનું પાણી આપવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની યોજના સરકારે ત્રણ વર્ષ અગાઉ મંજુર કરી હતી પરંતુ ઉપરોક્ત યોજના હેઠળ માંગરોળ તાલુકાના ચાર ગામો નાની નરોલી, બોરસદ, દેગડીયા, ઉમેલાવ ડુંગરી વગેરે ગામો સિંચાઈ યોજનાથી વંચિત રહેતા હતા આ ગામોને સિંચાઇનું પાણી મળે તે માટે સ્થાનિક ભાજપ સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા આગેવાનો દીપકભાઈ વસાવા જગદીશભાઈ ગામીત વગેરેએ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાને રજૂઆત કરી હતી તેમજ માંડવી તાલુકાના અરેઠ અંત્રોલી ફળી પાતલ મધરકુઇ તુંકેદ ઉટેવા ચુડેલ જાબ વગેરે ૯ ગામમાં સિંચાઈનું પાણી મળે એ માટે રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરોક્ત માંડવી તાલુકાના ગામો ઉદવહન સિંચાઇ યોજના વંચિત રહેતા હતા જેથી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ સિંચાઈ મંત્રી શ્રીને રજૂઆતો કરતાં રાજ્ય સરકારે વંચિત રહેતા ગામોને સિંચાઇનું પાણી આપવા માટે ઉપરોક્ત યોજનાને મંજૂરી આપી દીધી હતી. કુલ ૯ ગામની કુલ ૬૩૭૫ હેક્ટર જમીન પીયત થશે ઉપરોક્ત યોજના માટે સરકાર દ્વારા રૂપિયા ૩૪ કરોડ મંજૂર કરાયા છે જ્યારે માંગરોળ તાલુકાના ચાર ગામની 3068 હેક્ટર જમીન પિયત કરવા માટે ₹.૨૨.૭૧ કરોડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે બંને તાલુકાના ખેડૂતોમાં હાલ આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેમણે મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ, સુરત.