Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બિલનો વિરોધ…

Share

હાલમાં ચર્ચાની એરણે ચઢેલા ખેડૂત બિલ બાબતે દેશના ખૂણે-ખૂણે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્યના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન છેલ્લા વીસેક દિવસથી ચાલી રહ્યું છે, ત્યારે તેના પડઘા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે.

આજરોજ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સેવાદળ દ્વારા હાલમાં અમલમાં આવેલા ખેડૂત બિલનો વિરોધ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ બીલનો વિરોધ મોટાભાગે દેશભરમાં થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે બિલના દહનનો કાર્યક્રમ આજરોજ ઝઘડિયા ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યો હતો. ખેડૂત બિલ દહન સમયે ઝઘડિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા સેવાદળના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ ત્રણેય કિસાન બીલ પરત લેવાની માંગ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી મૃતકની પત્નીએ પહેરેલ દાગીના લૂંટ કરવાની કોશીશ કરતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નર્મદા ડેમની ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમનું રૂલ લેવલ જાળવવા વિજ મથકો ચાલુ કરાયા:ડેમની સપાટી 10 દિવસમાં 1 મીટર વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!