ભરૂચનાં કતોપોર બજાર વિસ્તારમાં બ્લોક તૂટી જતાં મહિલા જમીનમાં ઉતરી ગઈ હોવાનો વિડીયો વાઇરલ થતાં સરકારની નબળી કામગીરી સામે આવી છે.
ભરૂચનાં કતોપોર બજારમાં તાજેતરમાં બ્લોકની કામગીરી કરવામાં આવી હોય અને ત્યાં પ્રમુખ ઇમ્તિયાઝ પટેલનાં નામવાળા બાંકડા ફિટ કરવામાં આવ્યા હતા. આજે અચાનક અહીંનોં બ્લોક તૂટી પડયો અને બાંકડો અંદર ઘૂસી ગયો સાથે બાંકડા પર બેઠેલી એક મહિલા બાંકડા સાથે ખાડામાં ગરકાવ થઈ જતાં લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. ટૂંક સમય પહેલા જ કતોપોર બજારમાં આ બ્લોક ફીટીંગની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઇકાલે અહીં આ બાંકડા મૂકવામાં આવ્યા હતા.
અહીં આ ઘટના બની તે સરકારની નબળી કામગીરી થતી હોય અને તેનો નમૂનો છે તેવું અહીં એકઠા થયેલા લોકોનાં મુખે ચર્ચાઇ રહ્યું હતું તેમજ અહીં જરૂરિયાત કરતાં હલકી ગુણવત્તાવાળો માલ ઉપયોગમાં લેવાયો હશે ? કે કેમ ? સહિતનાં પ્રશ્નો આજે કતોપોર બજારમાં બનેલી ઘટના બાદ લોકોનાં ટોળામાં ચર્ચાઇ હતી.